Breaking

Thursday 16 November 2017

UC BROWSER DISAPPEARS FROM GOOGLE PLAY STORE

પ્લે સ્ટોર પરથી દૂર કરાયુ ભારતમાં સૌથી વધુ યુઝ થતું UC Browser


ચીનીની ખ્યાતનામ અલી બાબાની માલિકીવાળા UC Browser ને ગૂગલ પ્લે સ્ટોર પરથી કથિત રીતે હટાવી દેવામાં આવ્યું છે. UC Browser ભારતમાં ડાઉનલોડ થવાવાળી છઠ્ઠા નંબરની એપ છે પરંતુ હવે પ્લે સ્ટોરમાં સર્ચ કરવા પર આ એપ દેખાઈ રહી નથી. તમે પણ સર્ચ કરીને જોઈ શકો છો.

 દુનિયાભરમાં તેના 420 મિલિયન યૂઝર્સ છે. આ યુઝર્સમાં 100 મિલિયન યૂઝર્સ ફક્ત ભારતમાં જ છે. 10 કરોડ ભારતીય યુઝર વાળું UC Browser ને જો ગૂગલ પ્લે સ્ટોરમાંથી હટાવવામાં આવ્યું છે તો તેની પાછળ ચોક્કસ કોઈ કારણ હશે. જોકે હજુ સુધી કોઇ સત્તાવાર કારણ મળી શક્યું નથી.


ઉલ્લેખનીય છે કે, આ ઉપરાંત અગાઉ પણ UC Browser પર ડેટા કલેક્ટ કરવાનો આરોપ લાગ્યો હતો. જો કે, ગૂગલ પ્લે સ્ટોર પર UC Browser Mini અને New UC Browser હાજર છે. UC Browser છેલ્લા કેટલાક વર્ષોમાં ભારતીય સ્માર્ટફોન્સ યુઝર્સમાં તેજીથી પોતાની પકડ બનાવી છે. આ વર્ષે એવી ખબર સામે આવી હતી કે, યુસી બ્રાઉઝર ડેટા રિમૉટલી ચીનમાં પોતાના સર્વરમાં મોકલે છે. ત્યારબાદ આ મુદ્દે સરકારે કડક વલણ રાખ્યું.




To Get Updates
Whatsapp us Your Name at 8511-349-348
Or
Add Above number In Your Groups

>>To Join our Telegram Channel Click on below link:-

No comments:

Post a Comment